મહારાષ્ટ્ર બાદ રાજસ્થાનના બાળકોને પ્રાર્થના સભા દરમિયાન ભારતના બંધારણની પ્રસ્તાવના ભણાવવામાં આવશે. રાજસ્થાનના શિક્ષણ રાજ્ય પ્રધાન ગોવિંદસિંહ દોતાસ્રાએ જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીથી ભારતીય બંધારણની પ્રસ્તાવના રાજ્યની શાળાઓમાં પ્રાર્થના સભા દરમિયાન વાંચવામાં આવશે. દોતાસ્રાએ જણાવ્યું હતું કે, બંધારણની પ્રસ્તાવના દરરોજ વાંચવા માટેનો હેતુ એ છે કે નવી પેઢીમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, બધા ધર્મોનો આદર બંધારણની ભાવના થકી વિદ્યાર્થીઓમાં હંમેશાં કાયમ રહે.