ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર થઇ છે. આગામી 3 નવેમ્બર રોજ મતદાન થવાનું છે. ત્યારે બન્ને ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસ છેલ્લી ઘડીએ લિંબડી બેઠક પર ચેતન ખાચરને ટિકિટ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ લિંબડી બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર કોણ બનશે તેની આતુરતાનો અંત આવ્યો છે. કોંગ્રેસ પક્ષે એક યુવા ચહેરા તરીકે કાઠી દરબાર ચેતન ખાચરને મેદાનમાં ઉતાર્યા છે. ચેતન ખાચરને ગુજરાત કોંગ્રેસ સમિતિમાં મંત્રી તરીકે પણ જવાબદારી મળી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય પણ છે.