બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગ બાદ ઓપનર ડુ પ્લેસિસ અને શેન વોટસને નોંધાવેલી અડધી સદીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે અહીં રમાયેલા આઇપીએલ ક્વોલિફાયર-૨ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવીને આઠમી વખત ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. રવિવારે મુંબઇ ઇન્ડિયન્સ તથા ચેન્નઈ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. આમ ચેન્નઈની ટીમ સતત બીજા વર્ષે ફાઇનલ રમશે. ટોસ જીતીને ચેન્નઈએ ફિલ્ડિંગ પસંદ કરી હતી. દિલ્હીની ટીમ નવ વિકેટે ૧૪૭ રન બનાવી શકી હતી. તેના જવાબમાં ચેન્નઈએ છ બોલ બાકી રાખીને ચાર વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રનચેઝ કરવા માટે મેદાને પડેલી ચેન્નઈની ટીમ માટે ઓપનર ડુ પ્લેસિસ તથા વોટસને પ્રથમ વિકેટ માટે ૮૧ રનની ભાગીદારી નોંધાવીને વિજયનો પાયો નાખ્યો હતો. ડુ પ્લેસિસે ૩૯ બોલમાં ૫૦ તથા વોટસને ૩૨ બોલમાં ત્રણ બાઉન્ડ્રી તથા ચાર સિક્સર વડે ૫૦ રન બનાવ્યા હતા