અમદાવાદ શહેરનાં ઇન્દિરાનગરમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્દિરા નગરમાં રહેતા 70 જેટલા પરિવારો આ તકલીફ વેઠી રહ્યાં છે. આ દૂષિત પાણીને કારણે સ્થાનિકોને શ્વાસ, ત્વચામાં તકલીફ તેમજ પગ અને આંખમાં પણ બળતરા થઇ રહી છે. તંત્રને રજૂઆત કરી છતાં પણ હજૂ સુધી સમસ્યા હલ થઇ નથી.