આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર ઉદ્યોગમાં કેમિકલ ગેસ લીક થયો છે. આ અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ઘણાની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે સવારે આર.આર.વેંકટપુરમ ગામમાં બનેલી આ ઘટના બાદ અંધાધૂંધી ફેલાઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર અને નૌકાદળ દ્વારા કંપની નજીકના પાંચ ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે.
જિલ્લા મેડિકલ અને આરોગ્ય અધિકારી (ડીએમએચઓ) એ જણાવ્યું હતું કે કંપનીમાં ગેસ લિક થવાને કારણે એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. આંખમાં બળતરા અને શ્વાસની તકલીફની ફરિયાદ બાદ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આરઆર વેંકટપુરમ સ્થિત એલ.જી પોલિમર કંપનીમાંથી ખતરનાક ઝેરી ગેસ લિક થયો છે. આને કારણે કંપનીની આજુબાજુ ત્રણ કિલોમીટર સુધીનો વિસ્તારો તેની અસરની ઝપેટમાં આવી ગયો છે.
ગેસ લિકેજ થવાનાં કારણો હજી જાણી શકાયા નથી. આ પ્રસંગે વિશાખાપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વી વિનયચંદ પણ ઘટના સ્થળે દોડી ગયા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તેમને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
ગેસ લિકેજ બાદ 150 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, 20 લોકોની હાલત ખૂબ નાજુક હોવાનું જણાઈ રહ્યું છે તેમાંના મોટાભાગના બાળકો અને વૃદ્ધ લોકો છે. જેમની સ્થિતિ સતત કથળી રહી છે. અહીં લોકોને સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ સિવાય કંપનીની આસપાસની તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.
સ્થાનિક વહીવટના જણાવ્યા પ્રમાણે લોકોને એમ્બ્યુલન્સમાં સતત લવાઈ રહ્યા છે, શરૂઆતમાં લગભગ 2000 બેડ તૈયાર કરાયા છે જેથી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકાય