નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમદાવાદની મુલાકાતે આવનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુદ્ધ શાકાહારી વ્યંજનોનો રસાસ્વાદ માણશે. અમદાવાદની ફોર્ચ્યુચન લેન્ડમાર્ક હોટેલના શેફ સુરેશ ખન્નાને આ જવાબદારી સોંપવામાં આવી છે, તેમાં પણ ગુજરાતી ટેસ્ટનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
શેફ સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે, બપોરના સમયને ધ્યાનમાં રાખીને લાઈવ સ્નેક્સ તૈયાર કરવામાં આવશે. આ માટે ગુજરાતી-પંજાબી ફ્યુઝન નાસ્તો તૈયાર કરવાની મુખ્ય થીમ છે. ગુજરાતમાં કોઈ મોંઘેરા મહેમાન આવે અને તેમને ખમણ-ઢોકળા પિરસવામાં ન આવે એ કેમનું બને. આ કારણથી જ ટ્રમ્પ દંપતીને નાસ્તામાં ખમણ-ઢોકળા ઉપરાંત પંજાબી સમોસા પણ પિરસવામાં આવશે. આ સિવાય સિઝનલ ઓરેન્જ જ્યુસ ઉપરાંત નારિયેળ પાણી પણ ઓફર કરાશે. આ સિઝનમાં નારિયેળ પાણી ઉત્તમ ગણાય છે કારણ કે તેનાથી શરીરમાં ગરમીને લીધે ખનિજની કમી દૂર કરાય છે.
ટ્રમ્પનું ફુડ મેનુ
1. વેલકમ ડ્રીંક
- ઓરેન્જ જ્યુસ અને જામફળ જ્યુસ
- નારિયેળ પાણી(ટેટ્રા પેક)
2.ચા કોફી
- અમેરિકન/ અંગ્રેજી/ દાર્જલિંગ/આસામ/ ગ્રીન અને લેમન ટી કુકીઝ( મધ, 7 પ્રકારના અનાજ, ચોકો-ચીપ્સ)
- કાજુ-બદામ, જરદાળુ,સુકી ખારેક
3. નાસ્તો
- ખમણ
- બ્રોકલી(ફુલાવરનો એક પ્રકાર) અને મકાઈના સમોસા
4.મીઠાઈ
- એપ્પલ પાઈ
- કાજુકતરી
- ફ્રેશ સમારેલા ફળ