લગભગ 70 વર્ષ પહેલા ભારતની ભૂમિ પરથી લુપ્ત થઇ ચૂકેલા ચિત્તાને ભારત ફરીવાર અહી વસાવવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે. સરકારે ચિત્તાને વસાવવા અને તેને રક્ષણ આપવા માટે અભિયારણ વિસ્તાર પણ નક્કી કરી લીધો હોવાની માહિતી છે.
ભારતીય વન્યજીવ સંસ્થાના વરિષ્ઠ વિજ્ઞાનીક વાય વી ઝાલાએ પ્રવાસી પ્રજાતિ અને વન્યજીવ સંધિ પક્ષના 13માં સંમેલનના એક સત્રમાં કહ્યું કે દેશ એવી સ્થિતિમાં છે જ્યાં લુપ્ત થયેલી ધરોહરને ફરીથી ઉભી કરવી આર્થિક રીતે સંભવ છે.
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટીએ અદાલત સમક્ષ આફ્રિકન ચિત્તાને નામીબિયાથી લાવવાની મંજૂરી માંગી હતી. નોંધનીય છે કે, જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે સરકારને ભારતની ભૂમિ પર આફ્રિકન ચિત્તા લાવવાની અને વસાવવાની મંજૂરી આપી દીધી છે.