વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીવર ખેંચીને ચિતાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે. ચિત્તાઓને છોડ્યા બાદ પીએમ મોદી ફોટોગ્રાફી કરતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાજર હતા. વર્ષ 1952માં લુપ્ત થઈ ગયેલા ચિત્તા ફરી એકવાર ભારતની ધરતી આવી પહોંચ્યા છે. આ ચિત્તાઓનું નવુ નિવાસસ્થાન મધ્ય પ્રદેશમાં કુનો નેશનલ ફોરેસ્ટ પાર્ક બની ગયું છે. નામીબિયાથી આઠ ચિત્તાઓ આજે વહેલી સવારે ગ્વાલિયરના મહારાજા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યારપછી અહીંથી આ તમામ ચિત્તાઓને સેનાના ત્રણ વિશેષ હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લવાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે સવારે 11.30 વાગ્યે લીવર ખેંચીને ત્રણ ચિતાઓને જંગલમાં છોડ્યા હતા. હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ ચિતાઓ થોડા દિવસો માટે એક ખાસ વાડામાં રહેશે. જ્યારે તેમને અહીંના વાતાવરણ અને હવા પાણીની ટેવ પડી જશે, ત્યારે સમગ્ર જંગલ તેમને સોંપવામાં આવશે.