ધો.10 અને 12ની પરીક્ષાના ડરનો લાભ ધુતારા લઈ રહ્યા છે. સોશિયલ મીડીયામાં પેમ્ફ્લેટ વહેતું થયું છે, જેમાં હાલોલનો શખ્સ મંત્રોથી સિદ્ધ થયેલી પેન વેચે છે. 5 રુપિયાની પેનને મંત્રોથી સિદ્ધ કરી હોવાનો દાવો કરી તે વાલીઓ પાસેથી રુ. 1,900 પડાવે છે. આ પેન મેળવવા માટે વિદ્યાર્થીનો રિસિપ્ટ,હોલનંબર, સ્કૂલ-કોલેજનું આઈ-કાર્ડ જેવા પુરાવાઓ જમા કરાવવાનો પણ આગ્રહ રખાય છે.