ChatGPT એ બીમારી સામે વર્ષોથી ઝઝૂમી રહેલા દર્દીને એક મોટી રાહત આપી છે. દર્દી છેલ્લા પાંચ વર્ષથી પોતાના જડબા સાથે સંકળાયેલી એક સમસ્યાથી ખૂબ હેરાન થઈ રહ્યો હતો. ChatGPT એ તેને એક મિનિટમાં જ ઠીક કરી દીધો હતો. લિંક્ડઈનના કો-ફાઉન્ડર રીડ હૉફમેને એક વાયરલ પોસ્ટ શેર કરી હતી. જેમાં યુઝરે દાવો કર્યો હતો કે, ChatGPTએ પાંચ વર્ષ જૂની clicking jaw (TMJ) બીમારીને એક મિનિટથી પણ ઓછા સમયમાં ઠીક કરવા મદદ કરી છે. જેમાં દર્દીને જડબા, મોઢાં અને કાનમાં દુખાવો થતો રહે છે. તેમજ મોઢાની મુવમેન્ટ કરવામાં મુશ્કેલી પડે છે. જેને ડોક્ટર્સ અને પારંપારિક સારવાર પદ્ધતિઓ ઠીક ન કરી શકી તે ChatGPTએ મિનિટમાં ઠીક કરી દીધી.