મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવ હિંસા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ૮ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં આનંદ તેલતુંબડે, ગૌતમ નવલખા, હની બાબુ , સાગર ગોખલે, રમેશ ગાયક ગૈચોર, જ્યોતિ જગતાપ, સ્ટેન સ્વામી અને મિલિંદ તેલતુંબડેનાં નામ સામેલ કરાયા છે. ગૌતમ નવલખા દ્વારા આ વર્ષે એપ્રિલ મહિનામાં જ આત્મસમર્પણ કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ પછી તેઓ સરન્ડર થયા હતા. ૨૦૧૮માં ભીમા કારેગાંવમાં થયેલી હિંસામાં તેમની સંડોવણીને પગલે તેમને આરોપી બનાવાયા હતા.