કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારી ગામમાં 26 જુલાઈ, 2022ના રોજ ભાજપ યુવા મોરચાના નેતા પ્રવીણ નેતારુની હત્યાના સંબંધમાં NIAએ PFIના 20 સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં એજન્સીએ કહ્યું છે કે PFIનો ઉદ્દેશ્ય સમાજમાં આતંક ફેલાવવાનો અને લોકોમાં ભય પેદા કરવાનો હતો. આ અંગે વધુમાં એજન્સીના અનુસાર આ 20માંથી 6 લોકો હાલમાં ફરાર થઈ ગયા છે. આ ફરાર થઈ ગયેલા આરોપીઓના નામ પર ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.