આઇએનએક્સ મીડિયા કરપ્શન કેસમાં શુક્રવારે સીબીઆઇએ દિલ્હીની વિશેષ સીબીઆઇ અદાલતમાં સ્પેશિયલ જજ અજયકુમાર કુહાર સમક્ષ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમ, તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ અને સનદી અધિકારીઓ સહિત અન્ય ૧૨ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તેમના પર પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત અપરાધ આચરીને દેશની તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ મુકાયો છે. ચાર્જશીટમાં સામેલ અન્ય આરોપીઓમાં પીટર મુખરજી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ. ભાસ્કરન, નીતિ આયોગના પૂર્વ સીઇઓ સિંધુશ્રી ખુલ્લર, માઇક્રો-સ્મોલ-મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રાલયના પૂર્વ સચિવ અનુપ કે પૂજારી, પ્રબોધ સક્સેના, રબીન્દ્ર પ્રસાદ, આઇએનએક્સ મીડિયા, એએસસીએલ એન્ડ ચેસ મેનેજમેન્ટ સર્વિસિઝનો સમાવેશ થાય છે.