કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનના કારણે શ્રીનગર પોલીસે સાવધાની તરીકે ચારધામ યાત્રા રોકી દીધી છે. શ્રીનગર એસએચઓ રવિ સૈનીએ જણાવ્યું છે કે, મુસાફરોને શ્રીનગરમાં રોકાવવા માટે પુરતી વ્યવસ્થા કરી છે. યાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં થાય. મુસાફરોને હવામાન સાફ થવા પર પોતાની યાત્રા શરુ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. તો વળી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પહાડના કાટમાળ રસ્તા પર આવી ગયો છે. ચમોલી પોલીસે જાણકારી આપતા જણાવ્યું કે, કોતવાલી ચમોલી ક્ષેત્રના બાજપુરમાં પહાડીથી કાટમાળ આવવાથી બદરીનાથ હાઈવે બંધ થઈ ગયો છે. દિલ્હી-એનસીઆર, યૂપી, રાજસ્થાન સહિત દેશના અન્ય રાજ્યોમાંથી ચારધામ યાત્રા પર જનારા તીર્થયાત્રીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.