ચચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસ હાઇકમાન્ડે આ નિર્ણય ધારાસભ્યોની સર્વસંમતિથી લીધો છે. ચરણજીત સિંહ ચન્ની સોમવારે સવારે 11 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળ્યા અને સરકાર રચવાનો દાવો કર્યા પછી, ચન્નીએ રાજભવનની બહાર મીડિયાને કહ્યું, "અમે અમારો દાવો રજૂ કર્યો છે. રાજ્યપાલે 11 વાગ્યે શપથ ગ્રહણનો સમય આપ્યો છે. આ કાર્યક્રમ માટે કેપ્ટન અમરિંદર સિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેઓ કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં તે મામલે હજુ સસ્પેન્સ છે.