પંજાબના પાવર પ્લેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિંધ્યા માર્ગે આગળ વધી હોય તેમ કેપ્ટન અમરિંદર સિંહ સાથે આખી કેબિનેટના રાજીનામા પછી કોંગ્રેસે નવા મુખ્યમંત્રી માટે એક એવા નામની જાહેરાત કરી જે રેસમાં ક્યાંય નહોતા. કોંગ્રેસે રવિવારે સાંજે ચરણજીતસિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. ચરણજીત સિંહ ચન્ની ૧૯૬૬માં પંજાબના પુનર્ગઠન પછી પહેલા દલિત મુખ્યમંત્રી હશે.