સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા વનક્ષેત્ર ઉમરપાડા તાલુકામાં આભ ફાટયું હતું. માત્ર ૪ કલાકમાં ૧૪ ઈચ ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા હતા. સવારે ૮ થી ૧૦ વાગ્યાના ૨ કલાકમાં અધધધ ૧૦ ઈંચ પાણીપડતા ઉમરપાડા અને માંડવી તાલુકના ૧૬ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. બપોર પછી પાણી ઓસરતા ઘણા રસ્તાઓની તારાજી સામે આવી હતી. ઘણા રસ્તા પર ૫ ફૂટથી વધુ પાણી વહ્યા હતા.