મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં સોમવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં કાવડને લઈ જતી એક ટ્રકે રોડ કિનારે 14 કાવડિયાને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બે કાવડિયાના મોત થયા છે અને અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાથે જ પાંચ કાવડિયાને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે.