Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રૂપાણી સરકારમાં ધરખમ ફેરફાર કરવામાં આવશે.નવા મંત્રી મંડળમાં અલ્પેશ ઠાકોરને પણ સમાવવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે થોડા દિવસ અગાઉ અલ્પેશ ઠાકોર રૂપાણીને મળવા ગયા હતા અને એવી પણ સૂત્રોથી માહિતી આવી રહી છે કે અલ્પેશને ભાજપમાં લેતી વખતે મંત્રી બનાવવાની ઓફર કરવામાં આવી હતી. આથી હવે જોવાનું એ રહ્યું કે નવા મંત્રી મંડળમાં અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવામાં આવે છે કે કેમ.? નવા મંત્રી તરીકે જીતુ વાઘણી પણ શપથ લેશે તેવી અટકળો ચાલી રહી છે. અને વાઘણીની જગ્યાએ ભુપેન્દ્રસિંહને પ્રદેશ અધ્યક્ષ પદે બેસાડવામાં આવે તેવી અટકળોએ જોર પકડ્યું છે. ગુજરાત મંત્રી મંડળમાં હાલના મંત્રીઓ જેવા કે વાસણ આહીર તેમજ પરસોતમ સોલંકી, વિભાવરીબેન દવેની જગ્યાએ કોઈ નવા ચેહરાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. કેમ કે પરસોતમ સોલંકીની ઘણા સમયથી તબિયત સારી ના હોવાથી તેમની જગ્યાએ બીજા કોઈને મંત્રી બનાવવામાં આવે તેમજ વાસણ આહીરને પણ બદલવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
રૂપાણી સરકારમાં નવા મંત્રીઓ જોવા મળશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. કદાચ અલ્પેશને જો મંત્રી બનાવવામાં આવશે તો અંદર અંદર વિરોધ થાય તેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. રૂપાણી સરકારમાં મોટો ફેરફાર એ થવા જઈ રહ્યો છે નીતિન પટેલ જેઓ ડે. સી.એમ છે તેમના સ્થાને કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવે તેવી માહિતી આવી રહી છે. કેમ કે ભાજપ કોળી સમાજના વોટ બેન્કને મજબૂત કરવા માટે કુંવરજીને ભાજપમાં લઈ લીધા અને હજુ વધુ મજબૂત કરવા કુંવરજી બાવળિયાંને ડે. સી.એમ નો ભાર આપવમાં આવશે તેવી સૂત્રો દ્વારા વાત વહેતી થઈ રહી છે હવે જોવાનું એ રહયું કે કયા નવા ચહેરાઓને મંત્રી તરીકે સ્થાન મળે છે? અને કયા મંત્રીઓના પત્તા કપાય છે.? બસ હવે રાહ જોવી રહી કે કોણ બનશે નાયબ મુખ્યમંત્રી….!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ