Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે ત્યારે 10મી એપ્રિલ સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરાયા બાદ કોરોના વધતાં હવે જીપીએસસી દ્વારા લેવામાં આવનારા જુદા-જુદા સંવર્ગની 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
જેમાં પરીક્ષેત્ર વન અધિકારી વર્ગ-2 અને નાયબ મામલતદાર -સેકશન અધિકારી વર્ગ-3 ની પરીક્ષાઓની તારીખો બદલવામાં આવી છે. જીપીએસસી દ્વારા નવો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે અને વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યો છે. જેમાં વિધાર્થીઓને નવો કાર્યક્રમ જોઇને પરીક્ષા આપવા માટે જવું તેવું જણાવવામાં આવ્યું છે.
જીપીએસસી દ્વારા યોજવામાં આવનાર 10 પરીક્ષાઓની તારીખો બદલાઈ છે. જેમાં પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પરીક્ષા હવે 18મી એપ્રિલના રોજ યોજાશે. આ ઉપરાંત નાયબલ મામલતદાર- સેક્શન અધિકારી વર્ગ-3ની પરીક્ષા 9મી મેના રોજ યોજાશે. તેવી જ રીતે સિક્યુરિટી સુપરવાઈઝરની પરીક્ષા 23મી મેના રોજ યોજાશે. મદદનીશ ઈજનેરની પરીક્ષા 6 જૂનના રોજ યોજાશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ