કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના રાજીનામાને મુદ્દે જીદ પકડીને બેઠા હોવાને પગલે પક્ષમાં હવે રાજીનામાનો દોર શરૂ થયો છે. તે પછી ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કોંગ્રેસ પર કટાક્ષ કરતાં ટ્વિટ કર્યું છે કે, ‘કોંગ્રેસમાં જે રીતે રાજીનામાનો વરસાદ થઈ રહ્યો છે તે જોતાં પક્ષે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ જેવું નામ બદલીને ઇસ્તીફા નેશનલ કોંગ્રેસ તવું નવું નામ રાખી લેવું જોઈએ.’ ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજય પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કરી ચૂક્યા છે. કોંગ્રેસના અનેક નેતાએ તેમને મનાવવા પ્રયાસ કરવા છતાં તેમણે પોતાનો નિર્ણય બદલવા ઇનકાર કર્યો હતો. તેમને મળવા ગયેલા કાર્યકરો સમક્ષ રાહુલે દુઃખ જાહેર કર્યું હતું કે તેમણે રાજીનામું આપ્યા પછી પણ પક્ષના કોઈ મોટા પદાધિકારીઓએ રાજીનામા નથી આપ્યા. બસ, તે પછી કોંગ્રેસ પક્ષમાં રાજીનામાનો દોર શરૂ થયો છે.