વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે પાંચ વર્ષે સરકાર બદલવા માગતા લોકોએ હિમાચલ પ્રદેશનું ભારે નુકસાન કર્યું છે. મોદીએ કહ્યું હતું કે દર પાંચ વર્ષે સરકાર બદલવાથી રાજ્યનો વિકાસ નહીં થઇ શકે.
પોતાની વાત રજુ કરતા મોદીએ ઉદાહરણ આપ્યું હતું, તેઓેએ કહ્યું હતું કે દવા અને ડોક્ટર બદલી નાખવાથી બિમારી નથી જતી. કોઇને પણ ફાયદો નથી થતો. હિમાચલ પ્રદેશમાં પણ આ જ પ્રકારની ભુલ થઇ રહી છે. કોઇએ પણ તેની જવાબદારી નથી લીધી. લોકોની સમસ્યાઓની શિમલામાં બેઠનારા લોકોએ કોઇ જ ચિંતા નથી કરી. કેમ કે તે લોકોને ખ્યાલ હતો કે પાંચ વર્ષ પછી તો સત્તામાં આવવાના નથી.