સંસદ ભવનમાં સુરક્ષાની ખામી સામે આવ્યા બાદ, સંસદના આગામી બજેટ સત્ર દરમિયાન સંકુલમાં દર્શકોના પ્રવેશ માટે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. મુલાકાતીઓએ સંસદની મુલાકાત લેવા માટે પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તેની મંજૂરી મળ્યાં બાદ તેમના મોબાઈલ ફોન પર એક QR કોડ આપવામાં આવશે.
સંસદમાં પ્રવેશવા માંગતા દર્શકોએ મોબાઈલ પર મળેલા QR કોડની પ્રિન્ટ આઉટ લઈને સંસદમાં જવું પડશે. QR કોડની પ્રિન્ટની સાથેસાથે આધાર કાર્ડ પણ સાથે લાવવાનું રહેશે. સંસદમાં પહોંચ્યા પછી, પહેલા QR કોડને મંજૂરી આપવી પડશે.