છેલ્લા કેટલાક દિવસથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પગલે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાહુલ ગાંધીની યાત્રાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવતીકાલે પણ યથાવત રહેશે.
રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે તાપીમાં જ રહેશે. આ યાત્રા આજે સાંજે મહારાષ્ટ્રના નંદૂરબારમાં પ્રવેશવાની હતી. પરંતુ અચાનક કાર્યક્રમમાં ફેરફાર થવાના પગેલ રાહુલ ગાંધી 12 માર્ચથી મહારાષ્ટ્રના નંદૂરબારથી ફરી યાત્રા શરૂ થશે.