વાઈબ્રન્ટના કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર થયો છે. તારીખ 9-10 જાન્યુઆરીએ લેવાનારી પરીક્ષાઓ 18-19 જાન્યુઆરીએ લેવામાં આવશે. બીએ, બીકોમ, બીબીએ, એમએ, એમકોમની 9-10 જાન્યુઆરીએ પરીક્ષા લેવાવાની હતી. વાઈબ્રન્ટ ગુજરાતના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ અટવાય નહીં એટલે તારીખો બદલવામાં આવી છે.