ગુજરાતમાં આ વર્ષે મેઘો જાણે જવાનું નામ જ નથી લઇ રહ્યો. રાજ્યમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોની ચિંતા નથી થમી રહી ત્યાં આજે રાજકોટ, બનાસકાંઠા તેમજ બોટાદ સહિત અમરેલીમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. બોટાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. તો બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને ભાભર તાલુકાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો રાજકોટ ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યાના સમાચાર છે તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ગણતરીના કલાકોમાં ભારે પવન અને કરા સાથે લગભગ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે તેમજ કમોસમી વરસાદના પગલે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.