ઇસરોના વૈજ્ઞાાનિકોને જબરજસ્ત સફળતા મળી છે. ઇસરોના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-ટુએ ચંદ્ર પર પાણીની હાજરી શોધી કાઢી છે, એમ મિશનને મળેલા આંકડા પરથી જાણવા મળ્યું છે. ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન એ એસ કિરણકુમાર દ્વારા સંયુક્ત રીતે લખાયેલા લેખમાં જણાવાયું હતું કે ચંદ્રયાન-ટુના પેલોડ પરના ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર (આઇઆઇઆરએસ) દ્વારા આ ડેટા મેળવવામાં આવ્યો છે.
ચંદ્રયાનના આર્બિટરના ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર (આઇઆઇઆરએસ) તરફથી મોકલવામાં આવેલા આંકડા તથા ચિત્રોના વિશ્લેષણ પછી ચંદ્રની સપાટી પર હાઇડ્રોક્સિલ (વોટર મોલેક્યુલ્સ) તેમજ એચટુઓ (પાણી) હોવાની સાબિતી મળી છે. આ અભ્યાસ ચંદ્રના રહસ્યો ઉકેલવામાં જોતરાયેલા સમગ્ર વિશ્વના વૈજ્ઞાાનિકો માટે મોટો આધાર બની શકે છે.