ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેના સૌથી મહત્વપૂર્ણ મિશન મૂન માટે ચંદ્રયાન-3ની ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. આખો દેશ ચંદ્રયાન-3 માટે ઉત્સાહથી ભરેલો છે. 140 કરોડ ભારતીયો સહિત સમગ્ર વિશ્વની નજર મૂન મિશન (ISRO મિશન મૂન) પર ટકેલી છે. આજે ભારતીય સમય અનુસાર સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે