14 જુલાઈ, 2023ના દિવસે ભારતનું મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લોન્ચ થયું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરમાંથી આ ચંદ્રયાન બપોરે 2.30 કલાકે લોન્ચ થયું છે. આ ચંદ્રયાન ધરતીથી ચંદ્ર સુધી 3,84,400 કિમીનું અંતર કાપશે. જે દોઢ મહિના એટલે કે 41 દિવસ બાદ ચંદ્ર પર પહોંચશે. ઈસરોના (ISRO) 29 ડેપ્યુટી ડાયરેક્ટર અને 55 પ્રોજેક્ટ મેનેજરની વર્ષોની મહેનત બાદ ચંદ્રયાન 3એ સફળતાપૂર્વક ઉડાન ભરી છે.