Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતનું ચંદ્રયાન -૩ પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્રના વિશિષ્ટ સંશોધનાત્મક અભ્યાસ માટે અફાટ અંતરીક્ષમાં ઉડવા તૈયાર થઇ ગયું છે. ચંદ્રયાન -૩ ખાસ પ્રકારનું અને આધુનિક ટેકનોલોજી સાથેનું સ્પેસક્રાફ્ટ(અવકાશયાન) છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના ચેરમેન એસ.સોમનાથે આજે એવી જાહેરાત કરી છે કે ચંદ્રયાન -૩ ૨૦૨૩ની ૧૨ થી ૧૯, જુલાઇ દરમિયાન કોઇપણ એક ચોક્કસ તારીખે ચંદ્રની યાત્રાએ જશે.ચંદ્રયાન -૩ શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી જીએસએલવી -એમકે-૩ રોકેટની મદદથી રવાના થશે. ચંદ્રયાન -૩ માટે લોન્ચિંગ વિન્ડો ૧૯ જુલાઇ સુધી ખુલ્લી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ