ચંદ્રયાન-3ની સફળતાથી ભારત સહિત સમગ્ર વિશ્વ આનંદિત છે. ભારતે એ કરી બતાવ્યું છે જે આજ સુધી દુનિયામાં કોઈ બીજો દેશ કરી શક્યો નથી. ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. હવે ત્યાં લેન્ડર અને રોવર બંને છૂટાં પડી ગયા છે અને આગળ ચંદ્ર પર રિસર્ચની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ચંદ્રયાન-3ની વિવિધ તસવીરો હવે સામે આવી રહી છે.
ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3ની લેટેસ્ટ તસવીરો મોકલી હતી. આ અંગે ટ્વિટ કરતાં ISROએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3 પર ચંદ્રયાન-2ની નજર છે. તે તેની જાસૂસી કરી રહ્યો હોય તેમ ટ્વિટમાં જણાવાયું હતું કે મારી નજર તમારા પર છે.