કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો છે. કુમાર સ્વામીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેગ્લુરૂ આવવું ઇસરો વૈજ્ઞાનિકો માટે અપશુકન સાબિત થયું. વડાપ્રધાને નિશાન સાધતા કુમાર સ્વામીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી બેંગ્લુરૂ આ પ્રકારે આવે, જે પ્રકારે તેઓ પોતે ચંદ્રયાન-2 નું લેન્ડિંગ કરાવવાનાં હતા અને સંદેશ મોકલવાનાં હતા. વડાપ્રધાન અંગે કટાક્ષ કરતા કુમારસ્વામીએ કહ્યું કે, મોદી એવી રીતે બેંગ્લુરૂ આવ્યા હતા. જાણે તેઓ ચંદ્રયાન-2 ઉડાવી રહ્યા હોય. કદાચ વડાપ્રધાનનું ઇસરોમાં પગ મુકવો વૈજ્ઞાનિકો માટે યોગ્ય નથી રહ્યું. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિકોએ તેના માટે 10 વર્ષ સુધી મહેનત કરી. વર્ષ 2008માં જ કેબિનેટ દ્વારા આ માટે મંજુરી અપાઇ ચુકી હતી.