ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ ચંદ્ર મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટેક્નિકલ ખામીના કારણે રોકી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ઇસરો તરફથી સોમવારે સવારે 2.51 વાગ્યે તેને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોંચ કરવાનું હતું. જોકે, લોન્ચિંગ સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે તેને રોકી દેવામાં આવ્યું હતું. લોન્ચિંગની નવી તારીખોની જાહેરાત બહુ ઝડપથી કરવામાં આવશે.
ચંદ્રયાન-2 દેશના સૌથી તાકાતવાર બાહુબલી રોકેટ જીએસએલવી-એમકે 3થી લોંચ કરવાનું હતું.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચંદ્રયાન-2ના લોન્ચિંગને જોવા માટે શ્રીહરિકોટામાં હાજર હતા. ઇસરોએ ચંદ્રયાન-2નું લોન્ચિંગ રદ કરતા જાહેરાત કરી કે, "લોન્ચિંગના આશરે એક કલાક પહેલા વ્હિકલ સિસ્ટમમાં એક ટેક્નિકલ ખામી હોવાનું માલુમ થયું છે. આથી અમે આજે લોન્ચ થનારા ચંદ્રયાન-2 મિશનને અહીં જ રોકી દેવાનો નિર્ણય કર્યો છે. લોન્ચિંગની નવી તારીખ બહુ ઝડપથી જાહેર કરવામાં આવશે."