ભારત અને તમિલનાડુના પૂર્વ ઓપનર બેટ્સમેન વી.બી ચંદ્રશેખરનું ચેન્નઈમાં હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઈ ગયું. તેઓ 57 વર્ષના હતા. ક્રિકેટ જગતમાં વી.બીના નામથી જાણીતા ચંદ્રશેખર પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે રહેતા હતા. પોલીસને આ મામલે આત્મહત્યા કરી હોવાની પણ શંકા છે. જોકે કેસની તપાસ ચાલી રહી છે.
એક વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન તરીકે ચંદ્રશેખર સાત વન-ડે મેચોમા ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે આ 7 મેચોમાં 7 ઈનિંગ્સમાં એક અડધી સદીની
મદદથી 88 રન બનાવ્યા. તેમનો હાઈએસ્ટ સ્કોર 53 રહ્યો હતો. આ બાદ તેઓ ટીમ ઈન્ડિયાના સદસ્ય ન બની શક્યા. તેમણે ભારત માટે કોઈ ટેસ્ટ મેચ રમી નહોતી.