ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ચાંદીપુરાના 27 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, ચાંદીપુરા વાયરસને કારણે 14 લોકોના મોત થયાં છે. રાજ્યમાં સૌથી વધુ ચાંદીપુરા વાયરસના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 4-4 કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા 27 કેસમાંથી 3 કેસ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવ્યાં હોવાના જાણવા મળ્યું છે. વાયરસની ગંભીરતાને પગલે 47 હજારથી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય મંત્રી વીડિયો કોન્ફરન્સ કરીને અધિકારીને સૂચના આપશે.