વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 93મી વાર જનતા સમક્ષ ‘મન કી બાત’ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ માસિક રેડિયો કાર્યક્રમ ભાજપના (BJP) તમામ સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવ્યો. મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “દેશના દરેક ખૂણેમાં લોકોએ ચિત્તાઓ ભારત પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી છે. ચિત્તાઓ ભારત પરત આવતા 130 કરોડ ભારતીયો ખુશ છે, ગર્વથી ભરેલા છે. આ ભારતનો પ્રકૃતિ પ્રેમ છે. આ ઉપરાંત મનકી બાતમાં વડાપ્રધાન મોદીએ એક મહત્વની જાહેરાત પણ કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભગત સિંહની જન્મજયંતિ પહેલા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગત સિંહના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.