થોડા દિવસ પહેલા હવામાને એવી આગાહી કરી હતી કે આવનારા થોડા દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. નવસારી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો.
વરસાદ પડવાને કારણે લોકોને ગરમીથી તો થોડી રાહત મળી છે, પરંતુ ખેડૂતોને મોટો ફટકો પડ્યો હોવાનું કહેવાય છે. ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થયું છે તેવી વાત સામે આવી રહી છે. નવસારીના ખેરગામ તાલુકામાં વરસાદ પડ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદ પડ્યો હતો. કાળઝાળ ગરમીથી તો લોકોને રાહત મળી છે, પરંતુ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાક બગડ્યો છે.