હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલી, વલસાડ, બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.