હવામાન વિભાગ દ્વારા Cyclone Biparjoy ને પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં વાવાઝોડું હાલ ગોવાથી 840 કિલોમીટર દૂર છે. તેમજ મુંબઈથી 870 કિલોમીટર દૂર છે. જ્યારે આગામી બે દિવસમાં ઉત્તર -ઉત્તર પશ્ચિમ તરફ તીવ્ર ગતિથી આગળ વધશેબિપરજોય વાવાઝોડાની અસરના પગલે આગામી બે દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે.
તો 10 જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડવાની શક્યતા છે.. જ્યારે 11 જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદની આગાહી છે