પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે મિદનાપોર ખાતે રેલી કરી હતી. આ રેલીમાં તૃણમૂલ કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા કદાવ નેતા શુવેન્દુ અધિકારી ભાજપમાં જોડાઈ ગયાં હતાં. શુવેન્દુ અધિકારીની સાથે તૃણમૂલ કોંગ્રેસના બર્ધમાન પૂર્વના બે મુદતથી લોકસભાના સાંસદ સુનીલ મોંડલ, ધારાસભ્યો બંસરી મૈતી, શીલભદ્ર દત્તા, બિશ્વજિત કુંડુ, સુકરા મુંદા અને સૈકત પાંજા પણ ભાજપમાં જોડાયાં હતાં. તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ દશરથ તિર્કીએ પણ તૃણમૂલ સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. બીજીતરફ ભાજપમાં જોડાવાની જાહેરાત કરનારા તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય પરત આવી ગયાં હતાં. જિતેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું કે, કોઈ ગેરસમજ થઈ હતી અને હું મારી ભૂલ સ્વીકારું છું. હું ક્યારેય દીદીને છોડીને જવાનો નથી.