રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમીફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. આ સાથે ન્યૂઝીલેન્ડ ગ્રુપ એ માંથી સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. જ્યારે આ ગ્રુપમાં સમાવિષ્ટ યજમાન ટીમો પાકિસ્તાન અને બાંગ્લાદેશ બહાર થઈ ગઈ છે. આજે સોમવારે ગ્રુપ એ માંથી ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે રાવલપિંડીમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે કરો યા મરો મેચ રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી.