આઇસીસી વન ડે ટ્રોફીના 12 વર્ષના વનવાસનો અંત લાવવાના ઈરાદા સાથે ભારતીય ટીમ આજે ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીના વન ડે મુકાબલામાં ઉતરશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તમામ મુકાબલા જીતી લીધા છે અને આ જ કારણે આજની ફાઈનલ જીતવાની સાથે ચેમ્પિયન બનવા માટે તેઓ હોટ ફેવરિટ મનાય છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમને 2009ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલના પુનરાવર્તનની આશા છે