દેશભરમાં ભારે ચકચાર મચાવનાર મુંબઈના શક્તિ મિલ ગેંગરેપ કેસમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે અને નીચલી કોર્ટે ત્રણ આરોપીઓને ફટકારેલી ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાંખી છે.
મુંબઈ સેશન્સ કોર્ટે 2014માં ત્રણ આરોપીઓ વિજય જાધવ, કાસિમ બંગાળી અને સલીમ અન્સારીને ફાંસીની સજા ફટકારી હતી.ફાંસીની સજાને મંજૂરી આપવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કરેલી પિટિશન બાદ આજે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.
શક્તિ મિલ કમ્પાઉન્ડમાં ગેંગ રેપની બે ઘટનાઓ સામે આવી હતી.2013માં એક મેગિઝિનની મહિલા ફોટો જર્નાલિસ્ટ સાથે આ સ્થળે ગેંગરેપ કરાયો હતો.જેમાં પાંચ આરોપી સિરાજ રહેમાન ખાન, વિજય મોહન જાધવ, મહોમ્મદ સલીમ અ્સારી, કાસીમ બંગાળી અને ચાંદ બાબૂની ધરપકડ કરાઈ હતી.