પીએમ મોદીની પંજાબ મુલાકાત દરમિયાન થયેલી સુરક્ષામાં ચૂકને લઈને હવે આરોપ-પ્રત્યારોપનો દોર શરુ થયો છે.
પંજાબમાં કોંગ્રેસ સરકાર પર ભાજપ માછલા ધોઈ રહી છે ત્યારે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિધ્ધુનુ કહેવુ છે કે, ફિરોઝપુરમાં યોજાનારી રેલીમાં ખુરશીઓ ખાલી હતી અને ધ્યાન બીજે દોરવા માટે સુરક્ષાનો મુદ્દો ઉઠાવાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ભટિંડા એરપોર્ટ પર ઉતર્યા બાદ સડક માર્ગે ફિરોઝપુર જવા રવાના થયા હતા ત્યારે પ્રદર્શનકારીઓએ રસ્તો જામ કરી દેતા પીએમ મોદીનો કાફલો 20 મિનિટ સુધી ઓવરબ્રિજ પર ફસાયેલો રહ્યો હતો.જેના પગલે પીએમ મોદીને પાછા ફરવુ પડ્યુ હતુ.