મોરબીમાં કોલગેસ પ્લાન્ટ ધરાવતા તમામ સિરામિક એકમો બંધ કરવા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા આપવામાં આવેલ આદેશનો કડક અમલ કરાવવા આજથી એટલે કે સોમવારથી તમામ સિરામિક એકમોને ગેસીફાયર બંધ કરવા માટે ક્લોઝર નોટિસ ફ્ટકારવામાં આવનાર હોવાનું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી કાપડિયાએ જાહેર કર્યું છે.
મોરબીમાં 700થી વધુ સીરામીક ફેકટરીઓ આવેલી છે જે પૈકી 500થી વધુ ફેકટરીઓ પર્યાવરણ માટે ખતરારૂપ કોલગેસ પ્લાન્ટનો વપરાશ કરતી હોવાની ફરિયાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં થઈ હતી, આ ગંભીર ફરિયાદ મામલે એનજીટીએ સર્વે અને પર્યાવરણને થયેલા નુકસાનના પુરાવા જોઈ બે દિવસ પૂર્વે મોરબી સિરામિક એકમોમાં વપરાતા તમામ ગેસીફાયર બંધ કરવા કડક આદેશ કરી આ આદેશનો ચુસ્તપણે અમલ કરવા તાકીદ કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં સ્ટે મેળવવા માટેની કાર્યવાહી ધરાશે
ક્લોઝર નોટિસ અંગે મોરબી સિરામિક એસોસિયેશન પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, એનજીટી ના આદેશનું પાલન કરવામાં આવશે અને અમોને ચુકાદાની નકલ મળતા સુપ્રિમકોર્ટમાં હુકમ સામે સ્ટે મેળવવાં પણ કાર્યવાહી કરવામાં આવશે.