કર્ણાટકમાં દેશની ટોચની એઆઈ સ્ટાર્ટઅપ કંપની માઈન્ડફુલ એઆઈ લેબની ૩૯ વર્ષની સીઈઓ સૂચના સેઠની ગોવામાં ચાર વર્ષના પુત્રની હત્યા કરવા બદલ કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી ધરપકડ થતાં દેશભરમાં ચકચાર મચી ગઈ છે. ગોવા પોલીસે હાર્વર્ડ રિટર્ન અને અત્યંત બુદ્ધિશાળી ઉદ્યોગપતિ સુચના સેઠની સોમવારે તેની સુટકેસમાં પુત્રના મૃતદેહ સાથે એક ટેક્સીમાં બેંગ્લુરુ જતી વખતે ધરપકડ કરી હતી. તેને મંગળવારે ટ્રાન્ઝિટ રીમાન્ડ પર ગોવા લાવીને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાઈ છે