કોરોના વાયરસનો પ્રભાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. સમગ્ર વિશ્વને બાનમાં લેનાર આ વાયરસે ભારતમાં પણ તેનો કહેર વર્તવાનો શરૂ કરી દીધો છે જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ 21 દિવસનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરી દીધું છે પરંતુ હજુ પણ કેટલાક રાજ્યોમાં લોકોની અવરજવર થતી હોવાથી આજે કેન્દ્ર સરકારે દેશની તમામ રાજ્ય સરકારને લોકડાઉનને સફળ બનાવવા માટે કડકમાં કડક પગલાં લેવા માટે જણાવ્યું છે.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિદેશકોને લોકડાઉન દરમિયાન લોકોની અવરજવર રોકવા તેમજ રાજ્યો અને તમામ જિલ્લાઓની સરહદદોને પ્રભાવી રીતે સીલ કરવા માટે આદેશ આપ્યા છે.