ગુજરાતમાં 2008-09માં સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થપાઈ, છતાં તેનું કાયમી સરનામું નથી. ગાંધીનગરમાં સર્વ શિક્ષા અભિયાનના બિલ્ડીંગમાં ચાલે છે. કાયદા મુજબ રાજ્ય સરકારે 500 એકર જમીન ફાળવવાની હોય, પણ તેવું થયું નથી. યુનિ. સત્તાધીશોનું કહેવુ છે કે તેમણે જમીન માંગેલી, ત્યારે પૈસા માંગવામાં આવેલા, પણ કાયદામાં તે નાણાં આપવાની જોગવાઈ નથી. શિક્ષણમંત્રી કહે છે કે અમે જમીન આપી, પણ યુનિ.ને માફક નથી.