કેન્દ્રએ ખેડૂતોની આવક વધારવાના હેતુથી કૃષિની અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓની વૃદ્ધિ માટે રુ. ૧૪,૦૦૦ કરોડના સાત મોટા કાર્યક્રમોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટે રુ. ૨,૮૧૭ કરોડન ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અને ક્રોપ સાયન્સ માટે રુ. ૩,૯૭૯ કરોડની સ્કીમ સાથેના સાત મોટા પ્રોજેક્ટને મંજૂરીની મ્હોર મારી હતી. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ કાર્યક્રમોની રૂપરેખા પર પ્રકાશ પાડયો હતો