દલિત ઉત્પીડન અને અનામત પર ચાલી રહેલી દેશવ્યાપી ચર્ચા વચ્ચે આ મામલામાં એક નવું નિવેદન સામે આવ્યું છે. મોદી સરકારના કેબિનેટમંત્રીએ દેશની શીર્ષસ્થ અદાલતોમાં અનામતની માગણી કરી છે. કેન્દ્રીયમંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ દેશની ટોચની અદાલતોમાં અનામતની વકીલાત કરી છે. તેમણે ક્હ્યુ છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં દલિત-આદિવાસી અને પછાત વર્ગનું પ્રતિનિધિત્વ નથી.